મેલબોર્ન સ્ટેડિયમની બહાર ખાલિસ્તાનીઓ અને ભારતીય સમર્થકો વચ્ચે અથડામણ

મેલબોર્ન સ્ટેડિયમની બહાર ખાલિસ્તાનીઓ અને ભારતીય સમર્થકો વચ્ચે અથડામણ

મેલબોર્ન સ્ટેડિયમની બહાર ખાલિસ્તાનીઓ અને ભારતીય સમર્થકો વચ્ચે અથડામણ

Blog Article

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી બોર્ડર-ગાવસ્કર શ્રેણીની ચોથી ટેસ્ટ દરમિયાન ગુરુવાર, 26 ડિસેમ્બરે મેલબોર્નમાં મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડની બહાર ભારતીય ક્રિકેટ ચાહકો અને ખાલિસ્તાની તરફી સમર્થકો વચ્ચે અથડામણ થઈ હતી. જોકે વિક્ટોરિયા પોલીસે તાકીદે કાર્યવાહી કરીને મામલાને થાળે પાડ્યો હતો.

મીડિયાના અહેવાલ મુજબ ખાલિસ્તાનીઓએ ખાલિસ્તાની ઝંડા લહેરાવ્યા હતાં અને ભારત વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. જેનો ભારતીય સમર્થકોએ જોરદાર વિરોધ કર્યો હતો. ભારતીય સમર્થકોએ ભારત ઝિંદાબાદના નારા લગાવીને તેમને શાંત પાડ્યા હતાં. સોશિયલ મીડિયા પર ફરતી એક ક્લિપમાં ખાલિસ્તાની તરફી જૂથનો એક સભ્ય ભારતીય

રાષ્ટ્રધ્વજને અપમાનિત કરતો જોઈ શકાય છે.
એક ભારતીય પ્રશંસકે કહ્યું હતું કે “કોણ ખાલિસ્તાની છે? હું નથી જાણતો કે ખાલિસ્તાની કોણ છે. હું પ્રાઉડ શીખ છું.”

Report this page